લવાછા રામેશ્વર મંદિરે દેવ-દિવાળીની ભવ્ય ઉજવણી: 1.31 લાખ દિવડા પ્રગટાવવામાં આવ્યા.
લવાછા રામેશ્વર મંદિરે દેવ-દિવાળીની ભવ્ય ઉજવણી: 1.31 લાખ દિવડા પ્રગટાવવામાં આવ્યા.
Published on: 06th November, 2025

વાપીના લવાછા ગામે સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા દેવ દિવાળીના પાવન પર્વે દીપ મહોત્સવનું આયોજન કરાયું. 1,31,131 દિવડા પ્રગટાવી મંદિરને રોશનીથી ઝળહળતું કરાયું. હિન્દુ સંગઠનના સ્વયંસેવકો જોડાયા અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાળુઓએ દીપ પ્રગટાવી મહાદેવનો જળાભિષેક કર્યો. આ એક અદ્ભુત ઉજવણી હતી.