સન્માન: હરિદ્વારથી ગંગાજળ લાવનાર કાવડ યાત્રીકોનું પાંચપીપળામાં સન્માન.
Published on: 28th July, 2025

શ્રાવણમાસમાં હરિદ્વારથી ગંગાજળ લાવી સોમનાથ મહાદેવને અભિષેક કરવા જતા કાવડયાત્રીકોનું પાંચપીપળામાં ફુલહારથી સન્માન કરાયું. આ કાર્યક્રમમાં ગંગાજળ પૂજનનો લાભ પણ મેળવાયો. બટુક આશ્રમના મહંત રામદાસ બાપુ, બ્રિજરાજસિંહ ગોહિલ, વિજયસિંહ ગોહિલ, પુષ્પરાજ સિંહ ગોહિલ, વાસુદેવસિંહ ગોહિલ, યોગીરાજસિંહ ગોહિલ જેવા આગેવાનો ફુલહાર સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.