ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ
Published on: 26th July, 2026

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જોકે વરસાદનું જોર ઘટ્યું છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વરસ્યો છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ નોંધપાત્ર વરસાદ થયો છે. બનાસકાંઠાના ઓગડમાં 4 ઈંચ, નવસારીના ખેરગામમાં સાડા 3 ઈંચ, અને ખેડાના નડિયાદ તથા વલસાડના નાના પોંઢામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. 4 તાલુકાઓમાં અઢી ઈંચથી વધુ અને 11 તાલુકાઓમાં 2 ઈંચ વરસાદ થયો છે. આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.