ગુજરાતમાં મેઘ તાંડવ: 50થી વધુ મૃત્યુ, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવ: 50થી વધુ મૃત્યુ, હજારોનું સ્થળાંતર
Published on: 26th July, 2026

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ મેઘ તાંડવમાં 50થી વધુ લોકોના મોત થયા છે અને 40 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. 7 હજારથી વધુ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે, 8 હજારથી વધુ વીજ થાંભલા પ્રભાવિત થયા છે. ઉપરાંત, 650થી વધુ રસ્તાઓ બંધ થતાં પરિવહન વ્યવસ્થા ખોરવાઈ છે.