દમણમાં સગીરા અને મહિલા પર દુષ્કર્મ કેસ: પોલીસે સુરતના 5 આરોપીઓને પકડ્યા, સોનીયા ફરાર.
દમણમાં સગીરા અને મહિલા પર દુષ્કર્મ કેસ: પોલીસે સુરતના 5 આરોપીઓને પકડ્યા, સોનીયા ફરાર.
Published on: 27th July, 2025

દમણ પોલીસે સુરતના 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે બિકાનેરથી લવાયેલી મહિલા અને સગીરા પર દુષ્કર્મ આચર્યું. સોનીયા નામની મહિલા 24 જુલાઈએ બંનેને દમણમાં એક EVENT પ્રોગ્રામ માટે લાવી હતી. આરોપીઓએ દમણમાં એન્ટિક હોમ સ્ટેના ફ્લેટમાં છેડતી કરી, અને ઓમપ્રકાશે દુષ્કર્મ આચર્યું. પોલીસે ફરિયાદ નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સોનીયા ફરાર છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.