અકસ્માત: ભાવનગર નજીક ક્રેઇન ચાલકે યુવકને અડફેટે લેતા ગંભીર ઈજા, પગ કાપવાની ફરજ પડી.
Published on: 28th July, 2025

ભાવનગરના સથરા ચોકડી પાસે ક્રેઇન ચાલકે રાહદારી યુવકને અડફેટે લેતા ક્રેઇન તેના પગ પર ચડી ગઈ. યુવકને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં તબિબોએ પગ કાપવો પડ્યો. યુવકના પુત્રએ ક્રેઇન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી, ક્રેઈન ચાલકે યુવકનો પગ ક્રેઈન નીચે કચડી નાખ્યો હતો.