અમદાવાદમાં લક્ઝુરિયસ સોસાયટી અને શો-રૂમ માલિકો વચ્ચે પાર્કિંગનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો
અમદાવાદમાં લક્ઝુરિયસ સોસાયટી અને શો-રૂમ માલિકો વચ્ચે પાર્કિંગનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો
Published on: 26th June, 2026

ગુજરાત હાઇકોર્ટે માલાબાર કાઉન્ટી-2 સોસાયટીમાં પાર્કિંગ વિસ્તારમાં થયેલા ગેરકાયદે કબજા અને સબલેટિંગ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવાની સૂચના આપી છે. સોસાયટીએ વ્યાવસાયિક એકમો સામે રહેવાસીઓને પાર્કિંગમાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ કરી હતી. કોર્પોરેશને નોટિસો આપી અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું કોર્ટને જણાવ્યું. હાઇકોર્ટે હાલ વધુ હસ્તક્ષેપ જરૂરી નથી ગણાવ્યો, પરંતુ કાર્યવાહી અધૂરી રહે તો ફરી અરજી કરવાની છૂટ આપી છે.