ઢાઢર-વિશ્વામિત્રી તટ વિસ્તાર માટે "ઇકોરીજનલ પ્લાન" તૈયાર કરવાની ભલામણ
ઢાઢર-વિશ્વામિત્રી તટ વિસ્તાર માટે "ઇકોરીજનલ પ્લાન" તૈયાર કરવાની ભલામણ
Published on: 26th June, 2026

વિશ્વામિત્રી સમિતિએ તેના પાંચમા અહેવાલમાં ઢાઢર અને વિશ્વામિત્રી નદીના સંરક્ષણ, પૂર નિયંત્રણ અને પ્રદૂષણ નિવારણ માટે "ઇકો-રીજનલ પ્લાન" તૈયાર કરવાની ભલામણ કરી છે. નદીના કુદરતી પ્રવાહ મુજબ જમીનનો નવો પ્રોપર્ટી મેપ, ફ્લડ એફેક્ટેડ વિસ્તારોમાં બાંધકામ પર પ્રતિબંધ, ઇકોલોજિકલ પાર્ક અને મનોરંજનલક્ષી પ્રવૃત્તિઓને મંજૂરી, તેમજ અસરગ્રસ્ત જમીન માલિકોને વળતર સૂચવાયું છે. STP પ્લાન્ટની કામગીરી, BOD પરીક્ષણની પદ્ધતિમાં ખામી, કાટમાળ હટાવવા એક્શન પ્લાનનો અભાવ, ભૂગર્ભ જળનું ઘટતું સ્તર અને વધતી ખારાશ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે.