કેતન હત્યાકાંડમાં નવો વળાંક: પાપનો ઘડો ફૂટતા જ સિયા અને ચેતનનો પ્રેમ ગાયબ
કેતન હત્યાકાંડમાં નવો વળાંક: પાપનો ઘડો ફૂટતા જ સિયા અને ચેતનનો પ્રેમ ગાયબ
Published on: 26th June, 2026

પુણેના કેતન અગ્રવાલ હત્યાકાંડમાં મુખ્ય આરોપી સિયા ગોયલ અને કથિત બોયફ્રેન્ડ ચેતન ચૌધરી હવે પૂછપરછ દરમિયાન એકબીજા પર હત્યાનું ષડયંત્ર રચ્યાનો આરોપ લગાવી રહ્યા છે. ચેતનનો દાવો છે કે હત્યાનો નિર્ણય સિયાનો હતો, જ્યારે સિયા સમગ્ર યોજના માટે ચેતનને જવાબદાર ઠેરવે છે. પોલીસે બંનેની ધરપકડ કરી છે અને મજબૂત પુરાવાના આધારે બંનેની સમાન સંડોવણી હોવાનું જણાવ્યું છે. અગાઉની તેમની મુલાકાતો અને કાવતરાની પણ તપાસ ચાલી રહી છે.