અમદાવાદમાં રદ કરાયેલી ₹500ની નોટોનો જથ્થો મળ્યો!
અમદાવાદમાં રદ કરાયેલી ₹500ની નોટોનો જથ્થો મળ્યો!
Published on: 26th June, 2026

અમદાવાદના રામોલ પોલીસે રબારી કોલોની ચાર રસ્તા પાસેથી 500 રૂપિયાની જૂની 7,800 ચલણી નોટો સહિત રૂ.39 લાખનો જથ્થો જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે નોટો મહારાષ્ટ્રના જલગાંવથી લાવી ગાંધીનગરમાં ગેરકાયદે બદલવાની હતી. પોલીસે બે મોબાઇલ પણ જપ્ત કર્યા છે અને વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર નેટવર્ક અને નોટોના ઉપયોગ અંગે વધુ તપાસ ચાલી રહી છે.