અકસ્માત: ટ્રકની અડફેટે બાઇક પાછળ બેઠેલ પરપ્રાંતિય યુવકનું મોત, પોલીસ ફરિયાદ નોંધાઈ.
Published on: 28th July, 2025

ભાવનગરના પીપળીયા પુલ નજીક દુધ લેવા ગયેલા બે પરપ્રાંતીય યુવકોને એક ટોરસ ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો. ટ્રકની ટક્કરથી બાઇક ચાલક અન્ય બાઇક સાથે અથડાતા ત્રણ યુવકોને ઈજા થઈ. રામ વીનલ રામાશીષ પાસવાનનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું. સજ્જન ટેનગર માંજીએ ટ્રક નંબર RJ 03 GA 7225 સામે પોલીસ ફરિયાદ નોંધાવી, પોલીસે તપાસ હાથ ધરી.