સિટી એન્કર: દેશમાં ૪ કરોડ લોકો હિપેટાઇટીસ બી વાયરસના વાહક, જાગૃતિ જરૂરી.
Published on: 28th July, 2025

તા.૨૮ જુલાઈએ ‘વિશ્વ હિપેટાઈટીસ દિવસ’ ઉજવણી, હિપેટાઇટીસ A,B,C,D અને E વાયરસથી થાય છે. ભારતમાં ૪ કરોડથી વધારે માણસોમાં હિપેટાઇટીસ બી અને ૨ કરોડમાં હિપેટાઇટીસ સીનાં વાયરસ છે. આ વર્ષની થીમ "હેપેટાઇટિસ: ચાલો તેને તોડીએ" છે. હિપેટાઇટીસ બીનું રસીકરણ કરાવો, ART સેન્ટરનો સંપર્ક કરો. આલિંગન, ઉધરસ, છીંકથી Hepatitis B ફેલાતો નથી. ચેપગ્રસ્ત વસ્તુઓનો ઉપયોગ ટાળો. પ્રારંભિક લક્ષણોમાં કમળો, ઉલટી, પેટનો દુખાવો જેવાં લક્ષણો જોવા મળે છે.