કપડવંજ ટાઉન હોલમાં રાષ્ટ્રધ્વજ વગરનો સ્તંભ શોભાના ગાંઠિયા સમાન, પાલિકાની બેદરકારીથી લોકોમાં આક્રોશ.
કપડવંજ ટાઉન હોલમાં રાષ્ટ્રધ્વજ વગરનો સ્તંભ શોભાના ગાંઠિયા સમાન, પાલિકાની બેદરકારીથી લોકોમાં આક્રોશ.
Published on: 01st November, 2025

કપડવંજ પાલિકાના ટાઉન હોલ ખાતે રૂ. 11 લાખના ખર્ચે બનેલો રાષ્ટ્રધ્વજ સ્તંભ તંત્રની બેદરકારીથી શોભાના ગાંઠિયા સમાન છે. 11 લાખની મનોરંજન કરની ગ્રાન્ટમાંથી બનેલા સ્તંભના તાર તૂટીને પાયા પાસે વેરવિખેર પડ્યા છે. કપડવંજમાં રાષ્ટ્રીયતાની ભાવનાને જીવંત રાખવાના હેતુથી આ સ્તંભ બનાવાયો હતો, જે નિષ્ફળ ગયો.