અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ ફરી શરૂ, સુરક્ષાની ખાસ તકેદારી.
અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ ફરી શરૂ, સુરક્ષાની ખાસ તકેદારી.
Published on: 03rd October, 2025

અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલમાં ધોરણ 10 અને 12 માટે ઓફ લાઇન શિક્ષણ શરૂ થયું. બોર્ડની પરીક્ષા નજીક હોવાથી વર્ગો શરૂ કરાયા. વિદ્યાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો, કારણ કે ઓન લાઈન અભ્યાસમાં સમસ્યાઓ થતી હતી. શાળામાં મેટલ ડિટેક્ટરથી તપાસ અને આર્મીમેનની તૈનાતી કરાઈ છે. DEO દ્વારા અપાયેલા આદેશોનું પાલન કરાયું છે. કોલેજ અને શાળાના પ્રવેશદ્વાર અલગ કરાયા અને ઓબ્ઝર્વરની નિયુક્તિ કરાઈ છે.