CBSE ધો.10 અને 12 બોર્ડ પરીક્ષાના પેપરોમાં 17 ફેબ્રુઆરીથી ફેરફાર, ફાઈનલ કાર્યક્રમ જાહેર.
CBSE ધો.10 અને 12 બોર્ડ પરીક્ષાના પેપરોમાં 17 ફેબ્રુઆરીથી ફેરફાર, ફાઈનલ કાર્યક્રમ જાહેર.
Published on: 31st October, 2025

CBSE દ્વારા ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાનો ફાઈનલ કાર્યક્રમ જાહેર થયો છે. અગાઉના કાર્યક્રમમાં તારીખો અને પેપરોમાં ફેરફાર કરાયા છે. નવા કાર્યક્રમમાં ધો.10 અને 12ના કેટલાક મહત્વના પેપરોની તારીખો બદલવામાં આવી છે. ધો.10માં અગાઉ 18 ફેબ્રુઆરીએ હેલ્થકેર, ડેટા સાયન્સ, ઈલેક્ટ્રોનિક-હાર્ડવરે, રીટેઈલ, ઓટોમોટિવ, રીટેઈલ, ફૂડ પ્રોડકશન અને એગ્રિકલ્ચર સહિતના પેપર હતા. પરંતુ જે હવે 26 ફેબ્રુઆરીએ લેવાશે અને તેના બદલે 18 ફેબ્રુઆરીએ હોમ સાયન્સની પરીક્ષા લેવાશે. 23 ફેબ્રુઆરીએ ઉર્દુ કોર્સ-એ, પંજાબી, ગુજરાતી, તમિલ, બંગાળી સહિતના ભાષાના પેપરોની પરીક્ષા રહેશે.