વડોદરામાં અનેક બોગસ ફાયર NOC મામલે પોલીસની ભૂમિકા શંકાસ્પદ
વડોદરામાં અનેક બોગસ ફાયર NOC મામલે પોલીસની ભૂમિકા શંકાસ્પદ
Published on: 05th September, 2026

વડોદરા શહેરમાં બોગસ ફાયર NOC ના મામલે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કરણી સેનાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે, શહેરમાં અનેક બોગસ NOC ફરી રહી છે, છતાં પોલીસ અસરકારક કાર્યવાહી કરતી નથી. ફાયર વિભાગે રાવપુરા પોલીસમાં ફરિયાદ કરી હોવા છતાં એક વર્ષ બાદ પણ નક્કર પરિણામ મળ્યું નથી. ખુદ ફાયર વિભાગે NOC બોગસ હોવાનું જણાવ્યું હોવા છતાં પોલીસ તપાસની સ્પષ્ટતા નથી. આ મામલે રાજ્યના ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે અને જવાબદારો સામે ગુનો દાખલ કરી નિષ્પક્ષ તપાસની માંગ કરાશે.