વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની તિજોરી ખાલી?
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની તિજોરી ખાલી?
Published on: 05th September, 2026

વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની કથળતી આર્થિક સ્થિતિને લઈને હવે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એક કોંગી મહિલા કાઉન્સિલરે મ્યુનિ.કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે કોર્પોરેશન પાસે માત્ર બે માસ સુધી કર્મચારીઓના પગાર ચૂકવી શકાય તેટલું જ ભંડોળ ઉપલબ્ધ છે. આર્થિક સંકળામણના કારણે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને પણ સમયસર પગાર મળતો નથી. તેથી, મ્યુનિ.કોર્પોરેશનની વર્તમાન આર્થિક સ્થિતિ અંગે 'શ્વેત પત્ર' જાહેર કરવાની માંગ કરાઈ છે, જેથી નાગરિકોને વાસ્તવિક પરિસ્થિતિની જાણકારી મળી શકે.