મહેસાણાના કડીમાં આઠમનો મેળો બન્યો માતમ
મહેસાણાના કડીમાં આઠમનો મેળો બન્યો માતમ
Published on: 05th September, 2026

Janmashtami Fair Accident Gujarat: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સૂરજ ગામમાં જન્માષ્ટમીના મેળા બાદ એક કરુણ ઘટના બની છે. મેળો માણવા આવેલા ત્રણ મિત્રો, નરેશ રાઠોડ (21) અને શિવકુમાર શર્મા (24) સહિત, ગામના તળાવમાં નહાવા ગયા હતા. અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થતાં ત્રણેય યુવકોના ડૂબી જવાથી દુઃખદ મોત નીપજ્યા છે. આ ઘટનાથી ગામમાં અને મૃતકોના પરિવારોમાં ભારે શોક છવાયો છે. ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મૃતદેહો બહાર કાઢ્યા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.