વડોદરામાં વરસાદી કાંસ બાદ રસ્તો ઉબડખાબડ
વડોદરામાં વરસાદી કાંસ બાદ રસ્તો ઉબડખાબડ
Published on: 05th September, 2026

વડોદરા શહેરમાં રસ્તાના સમારકામની કામગીરી ફરી શંકાના દાયરામાં આવી છે. જેલ રોડથી ભીમનાથ બ્રિજ જતા માર્ગ પર વરસાદી કાંસ માટે ખોદકામ બાદ થયેલું પેચવર્ક નબળી ગુણવત્તાનું હોવાથી રસ્તો ફરી ઉબડખાબડ બન્યો છે. ઠેર-ઠેર ખાડા અને બહાર આવેલી કપચીથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, ખાસ કરીને રાત્રે અકસ્માતનો ભય રહે છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચનાઓ છતાં પણ કામગીરીમાં ગુણવત્તા જાળવવામાં બેદરકારી જોવા મળી રહી છે. સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો છે કે કામગીરી માત્ર બિલો પાસ કરાવવા માટે થાય છે અને પ્રતિમા યાત્રા દરમિયાન નુકસાન થાય તો જવાબદારી કોની રહેશે તેવો સવાલ ઉઠાવ્યો છે.