અમદાવાદ સહિત 8 જિલ્લાના શિક્ષકો-ST કર્મચારીઓ માટે ખુશખબર
અમદાવાદ સહિત 8 જિલ્લાના શિક્ષકો-ST કર્મચારીઓ માટે ખુશખબર
Published on: 05th September, 2026

રાજ્યના કર્મચારીઓને તબીબી પ્રમાણપત્ર મેળવવામાં સુવિધા આપવા માટે, રાજ્ય સરકારે અમદાવાદની GMERS હૉસ્પિટલ, સોલા ખાતે ત્રણ સભ્યોનું નવું સ્થાયી તબીબી મંડળ રચવાની મંજૂરી આપી છે. શિક્ષણ વિભાગના 8 જિલ્લાના શિક્ષકો, વિદ્યાસહાયક અને મદદનીશ શિક્ષકોને ગંભીર બીમારીના કિસ્સામાં આંતરિક અથવા જિલ્લા ફેરબદલી માટે સોલા GMERS ખાતે તબીબી પ્રમાણપત્ર મળશે. GSRTC (એસ.ટી. નિગમ) ના કર્મચારીઓ માટે પણ મોટી સવલત છે.