પાનવા પાસે પીકઅપ વાહનમાં આગ: ગાડી બળીને ખાખ, ડ્રાઇવર સહિત બેનો આબાદ બચાવ.
પાનવા પાસે પીકઅપ વાહનમાં આગ: ગાડી બળીને ખાખ, ડ્રાઇવર સહિત બેનો આબાદ બચાવ.
Published on: 13th March, 2026

દસાડાના પાનવા નજીક પીકઅપ વાહનમાં અચાનક આગ લાગી, ગાડી બળીને ખાખ થઈ ગઈ, પરંતુ ડ્રાઇવર સહિત બેનો આબાદ બચાવ થયો. ઘટના રાત્રે 9:00 થી 9:30 આસપાસ બની. પ્રાથમિક માહિતી મુજબ, વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. વાહન જીરાનું ભૂસું ભરીને જઈ રહ્યું હતું. સવાર વ્યક્તિઓમાં ઠાકોર નરેશભાઈ સેમા અને અન્ય એક વ્યક્તિ હતા. દસાડા પોલીસે કાર્યવાહી હાથ ધરી.