જાંબુઘોડા મામલતદાર કચેરીનો ક્લાર્ક ૨૫ હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો
જાંબુઘોડા મામલતદાર કચેરીનો ક્લાર્ક ૨૫ હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો
Published on: 05th September, 2026

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા મામલતદાર કચેરીની એટીવીટી શાખામાં ફરજ બજાવતા મહેસૂલી ક્લાર્ક સુરપાલસિંહ ભુરસિંહ ઝાલા જમીનના દસ્તાવેજ બાદ રેવન્યૂ રેકર્ડમાં નામ દાખલ કરવાની નોંધ પાડવા માટે ૨૫ હજાર રૂપિયાની લાંચ લેતા ACB (Anti-Corruption Bureau) દ્વારા રંગેહાથ પકડાયા છે. જમીન માલિકે લાંચ આપવાની ના પાડતા ACB માં ફરિયાદ કરી હતી. મહીસાગર ACB એ લાંચનું છટકું ગોઠવી ક્લાર્કને લાંચની રકમ સ્વીકારતા જ ઝડપી લીધો. ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.