આવતીકાલે કચ્છમાં રાષ્ટ્રીય લોક અદાલત: અંદાજિત 10,000 કેસો રજૂ થશે.
આવતીકાલે કચ્છમાં રાષ્ટ્રીય લોક અદાલત: અંદાજિત 10,000 કેસો રજૂ થશે.
Published on: 13th March, 2026

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાની તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન છે. 10,000 જેટલા કેસો રજૂ થશે, જેમાં ફોજદારી, જમીન, ગ્રાહક, બેંક રિકવરી, લેબર, મોટર અકસ્માત, લગ્ન સંબંધિત કેસો અને Negotiable Instruments Act કલમ 138 હેઠળના કેસોનો સમાવેશ થાય છે. ટ્રાફિક દંડ ભરપાઈ કરવા અપીલ કરાઈ છે.