6.47 કરોડની ઠગાઈ સાથે સંકળાયેલો આરોપી ઝડપાયો
6.47 કરોડની ઠગાઈ સાથે સંકળાયેલો આરોપી ઝડપાયો
Published on: 13th March, 2026

કચ્છના નારણપર ગામના એક ખેડૂત સાથે જીઓ ટાવર નાખવાના નામે ₹૬.૪૭ કરોડની છેતરપિંડી આચરનાર આરોપી અજય પાંડેની સીઆઈડી ક્રાઈમે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. આરોપીઓએ ખેડૂતને મહિને ₹૩૦ થી ૩૫ હજાર ભાડાની લાલચ આપી અલગ-અલગ બહાને આ માતબર રકમ પડાવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ઠગાઈના ₹૨ કરોડથી વધુ રકમ આરોપીના પિતાના ખાતામાં જમા થઈ હતી. હાલ આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ભુજ લાવી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.