રેલવે ટ્રેક પરની રબર સીટો બેસી જવાથી અકસ્માતનો ભય: તાત્કાલિક રિપેરિંગની માંગ.
રેલવે ટ્રેક પરની રબર સીટો બેસી જવાથી અકસ્માતનો ભય: તાત્કાલિક રિપેરિંગની માંગ.
Published on: 06th November, 2025

મહુધા-કઠલાલ રોડ પર વડથલ ફાટક પાસે રેલવે ટ્રેકની વચ્ચેની રબરની સીટો બેસી જવાથી ટુવ્હીલર ચાલકોને ઈજા થવાનો ભય વધી ગયો છે. નડિયાદથી કપડવંજ મોડાસા રેલવે લાઈન પર આવેલ આ ફાટક પર વાહન ચાલકોને પસાર થવામાં તકલીફ પડે છે, જેના કારણે અકસ્માત થવાની શક્યતા છે. આથી સત્વરે આ રબર સીટોનું રિપેરિંગ કરાવવા માટે માંગ કરવામાં આવી રહી છે.