SMC કર્મચારીઓ અને દંપતી વચ્ચે મારામારી: ચાની લારીના દબાણ મુદ્દે ઘર્ષણ, VIDEO વાયરલ થતાં તપાસ શરૂ.
SMC કર્મચારીઓ અને દંપતી વચ્ચે મારામારી: ચાની લારીના દબાણ મુદ્દે ઘર્ષણ, VIDEO વાયરલ થતાં તપાસ શરૂ.
Published on: 29th July, 2025

સુરતમાં SMC કર્મચારીઓ અને ચાની લારીવાળા દંપતી વચ્ચે દબાણ હટાવવા બાબતે ઝઘડો થયો. યુવકને દૂર કરતા મહિલાએ પોલીસનો કોલર પકડ્યો. આ ઘટનાનો VIDEO વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી. દબાણ શાખાના જણાવ્યા અનુસાર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે બંને પક્ષોના નિવેદન આધારે તપાસ હાથ ધરશે.