આણંદમાં ગણેશોત્સવ માટે નવો નિયમ: 9 ફૂટથી વધુ ઊંચાઈ અને POP મૂર્તિઓ પર પ્રતિબંધ.
આણંદમાં ગણેશોત્સવ માટે નવો નિયમ: 9 ફૂટથી વધુ ઊંચાઈ અને POP મૂર્તિઓ પર પ્રતિબંધ.
Published on: 29th July, 2025

આણંદમાં ગણેશોત્સવ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું બહાર પડ્યું છે, જેમાં 9 ફૂટથી વધુ ઊંચાઈની અને POP તથા કેમિકલયુક્ત રંગોવાળી મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય પર્યાવરણના રક્ષણ માટે લેવાયો છે, જે 5 સપ્ટેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે. મૂર્તિઓ બનાવવા માટે કુદરતી વસ્તુઓ અને પરંપરાગત ચીકણી માટીનો ઉપયોગ કરવા સૂચન અપાયું છે. અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય તેવા ચિહ્નો કે નિશાનીઓવાળી મૂર્તિઓ બનાવવા પર પણ પ્રતિબંધ છે. જાહેરનામાનો ભંગ કરનારને કાયદાની જોગવાઈ અનુસાર સજા થશે.