નવા વર્ષમાં પગાર, પેન્શન વધારો, CNG/PNG સસ્તા, ₹12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી
નવા વર્ષમાં પગાર, પેન્શન વધારો, CNG/PNG સસ્તા, ₹12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી
Published on: 31st December, 2025

નવા વર્ષમાં પગાર અને પેન્શન વધવાની શક્યતા, CNG અને PNG સસ્તા થશે. ₹12 લાખ સુધીની આવક TAX FREE થશે. 2026માં 8મું પગાર પંચ લાગુ થવાથી પગાર વધશે. ગેસ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઘટવાથી CNG/PNG સસ્તા થશે. નવા ITR સ્લેબથી ₹12 લાખ સુધીની આવક પર TAX નહીં લાગે. સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજમાં ઘટાડો થઈ શકે છે. Maruti, Tata, MG, Hyundai કારોની કિંમતો વધી શકે છે. 12 જાન્યુઆરીથી રેલવે રિઝર્વેશન માટે આધાર જરૂરી છે. 1 એપ્રિલ, 2026થી નવો INCOME TAX ACT લાગુ થશે.