જુલાઈમાં GST કલેક્શન ₹1.96 લાખ કરોડ થયું, જે ગયા વર્ષ કરતાં 7.5% વધુ છે.
જુલાઈમાં GST કલેક્શન ₹1.96 લાખ કરોડ થયું, જે ગયા વર્ષ કરતાં 7.5% વધુ છે.
Published on: 01st August, 2025

જુલાઈ 2025માં સરકારને Goods and Service Tax (GST) થી ₹1.96 લાખ કરોડનું કલેક્શન થયું, જે વાર્ષિક ધોરણે 7.5% વધારે છે. જૂનમાં GST કલેક્શન ₹1.85 લાખ કરોડ હતું. GST લાગુ થયા પછી ટેક્સ કલેક્શન અને ટેક્સ બેઝ વધ્યો છે, જેનાથી દેશની રાજકોષીય સ્થિતિ મજબૂત થઇ છે. કરદાતાઓની સંખ્યા પણ વધીને 1.51 કરોડથી વધુ થઈ ગઈ છે. એપ્રિલ 2025માં રેકોર્ડ ₹2.37 લાખ કરોડનું GST કલેક્શન થયું હતું.