૧૭ હજાર કરોડના કૌભાંડને લઈને ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ૫ ઓગસ્ટે ED પૂછપરછ કરશે.
Published on: 01st August, 2025
અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે કારણ કે Enforcement Directorate એ તેમને 5 ઓગસ્ટે 17,000 કરોડની બેન્ક છેતરપિંડી કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. EDએ ગઈ અઠવાડિયે PMLA હેઠળ મુંબઈમાં રિલાયન્સ ગ્રુપના 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આરોપ છે કે લોનની રકમનો ઉપયોગ નિર્ધારિત હેતુ સિવાય અન્ય હેતુ માટે કરવામાં આવ્યો હતો. યસ બેન્ક દ્વારા 2017-2019 દરમિયાન 3,000 કરોડની લોન ગેરરીતિથી આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે. તપાસમાં શેલ કંપનીઓ, સમાન ડિરેક્ટરો, નબળા દસ્તાવેજો જેવી અનેક ગેરરીતિઓ સામે આવી છે. અનિલ અંબાણીની કંપનીઓએ તપાસમાં સહકાર આપવાની જાહેરાત કરી છે.

Published on: August 01, 2025