સરકારી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે રાહતના સમાચાર!
સરકારી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે રાહતના સમાચાર!
Published on: 27th August, 2026

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનાઓ, જેમ કે EWS, LIG, MIG, હરીફાઈ (કોમ્પોઝિટ) અને કેશલોન આવાસોના લાભાર્થીઓને મૂળ હપ્તાની બાકી રકમ પર ચડેલા દંડનીય વ્યાજમાં 100 ટકા માફીનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં 2,988 લાભાર્થીઓએ રૂ. 10.57 કરોડની મુદલ રકમ ચૂકવી અને રૂ. 39.51 કરોડના દંડનીય વ્યાજમાં માફી મેળવી. નાગરિકોની સગવડતાને ધ્યાનમાં રાખીને, આ યોજનાની મુદત 31 જાન્યુઆરી 2027 સુધી લંબાવવામાં આવી છે, જેથી વધુ લાભાર્થીઓ તેનો લાભ લઈ શકે.