છોટા ઉદેપુરમાં જંગલ જમીન મુદ્દે ખેડૂતો આક્રમક
છોટા ઉદેપુરમાં જંગલ જમીન મુદ્દે ખેડૂતો આક્રમક
Published on: 27th August, 2026

છોટા ઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોને લઈને લોકસંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. છેલ્લા 20 વર્ષથી પેન્ડિંગ દાવાઓનો તાત્કાલિક નિકાલ નહિં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી અપાઈ. 1980 અને 2005-06ના પ્રશ્નો વણઉકલ્યા છે. 1980ની મર્યાદામાં મળેલી જંગલ જમીનના 7/12ના ઉતારામાં નકશાની નોંધ નથી. વન અધિકાર અધિનિયમ (FRA) હેઠળ મંજૂર થયેલી જમીનનો ભૌતિક કબજો પણ સોંપાયો નથી. માંગણીઓનો તાત્કાલિક નિકાલ નહિં થાય તો આંદોલન થશે.