રક્ષાબંધન પહેલા સુરતમાં મીઠાઈ માવો ફેઈલ
રક્ષાબંધન પહેલા સુરતમાં મીઠાઈ માવો ફેઈલ
Published on: 27th August, 2026

રક્ષાબંધનના શુભ અવસરે ભાઈ-બહેનના સ્નેહને મીઠાઈથી વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ સુરતમાં ચિંતાજનક પરિસ્થિતિ સામે આવી છે. જયમા વૈષ્ણવી સ્વીટમાંથી લેવાયેલા માવાના સેમ્પલ લેબોરેટરી તપાસમાં સબસ્ટાન્ડર્ડ એટલે કે નિર્ધારિત ગુણવત્તાના ધોરણો મુજબ ન હોવાનું જણાયું છે. રક્ષાબંધનના તહેવાર દરમિયાન મીઠાઈની ભારે માંગ હોવાથી આ મામલો ગંભીર બન્યો છે. સેમ્પલ ફેઈલ છતાં દુકાન ચાલુ હોવા પર તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ગ્રાહકોએ મીઠાઈ ખરીદતી વખતે સ્વચ્છતા અને ગુણવત્તાની ખાતરી કરવી જરૂરી છે.