ગાંભોઈ હાઈસ્કૂલમાં ખુલ્લો કુવો અને જર્જરીત ટાંકીઓ વિદ્યાર્થીઓ માટે ખતરો
ગાંભોઈ હાઈસ્કૂલમાં ખુલ્લો કુવો અને જર્જરીત ટાંકીઓ વિદ્યાર્થીઓ માટે ખતરો
Published on: 23rd August, 2026

હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગ્રુપ હાયર સેકન્ડરી હાઈસ્કૂલમાં ખુલ્લો કુવો અને જર્જરીત પાણીની ટાંકીઓ વિદ્યાર્થીઓ માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે. સ્થાનિક અગ્રણી ધનજીભાઈ ચાવડાએ શાળા સંચાલકો સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. રમતગમત દરમિયાન વિદ્યાર્થીઓ ખુલ્લા કુવામાં પડી શકે છે, તેમજ જર્જરીત ટાંકીઓ પણ ધરાશાયી થવાનો ભય છે. પીવાના પાણીની ટાંકીમાં ગંદકી અને રેતીનો થર હોવાથી વિદ્યાર્થીઓના આરોગ્યને પણ નુકસાન થઈ શકે છે. વાલીઓએ સુરક્ષા અને શુદ્ધ પાણીની વ્યવસ્થા માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.