ભારતના પ્રસિદ્ધ સાહિત્યકાર, નિબંધકાર બાબુ ગુલાબરાયનો જન્મ ૧૭ જાન્યુઆરી,૧૮૮૮ ના રોજ ઉત્તરપ્રદેશના ઇટાવામાં થયો હતો. તેમના પિતા શ્રી ભવાની પ્રસાદ ધાર્મિક વૃત્તિના વ્યક્તિ હતા. તેમની માતા પણ કૃષ્ણની ઉપાસક હતી અને સુર,કબીરના પદોમાં તલ્લીન થઇ ગાતા હતા. માતા-પિતાની આ ધાર્મિક વૃત્તિની અસર બાબુ ગુલાબ રાય પર પણ થઈ હતી. પ્રાથમિક શિક્ષણ મૈનપુરીમાં પૂર્ણ કર્યું. આગ્રા કૉલેજમાં બી.એ પૂર્ણ કર્યા બાદ દર્શનશાસ્ત્રમાં એમ.એ નો અભ્યાસ કરવા છતરપુર ગયા.
બાબુ ગુલાબરાયે દાર્શનિક રચનાઓ હિંદની ભાષાઓમાં રજૂ કરી હતી. તેમણે સામાજિક,સાંસ્કૃતિક,મનોવૈજ્ઞાનિક જેવાં અનેક વિષયોને હિંદી ભાષામાં લખી હિંદી ભાષાની અભિવૃદ્ધિ કરી હતી.