-
વિશ્વ પુસ્તક દિન
વિશ્વ પુસ્તક દિન
23rd April
23 એપ્રિલ નો દિન દુનિયાના 100 કરતાં પણ વધુ દેશોમાં 'વિશ્વ પુસ્તક દિન' તરીકે ઊજવાય છે. મહાન નાટ્યકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેક્સપિયર અને લેખક ઈન્કા ગાીલસો-ડે-લા-વેગા જેવા વિશ્વવિખ્યાત લેખકોનું અવસાન 23 એપ્રિલ ના દિવસે જ થયું હોવાથી 1995 માં યુનેસ્કોએ 23 એપ્રિલ ને વિશ્વભરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિન તરીકે ઊજવવાનું જાહેર કર્યું હતું. શેક્સપિયરના યોગદાનને જોતાં ભારત સરકારે પણ 2001 માં આ દિવસને વિશ્વ પુસ્તક દિન તરીકેની માન્યતા આપી હતી. આ દિવસ ઊજવવાનો હેતુ માનવજાતના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં પુસ્તકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ લાવવાનો અને લોકોને પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરવાનો છે.
23 એપ્રિલ ના રોજ સમગ્ર વિશ્વમાં લેખકો, પ્રકાશકો, વિવિધ સંસ્થાઓ, શાળાઓ તથા કૉલેજો ઉત્સાહથી વિશ્વ પુસ્તક દિનની ઉજવણી કરે છે. પુસ્તકો આપણા સાચા મિત્રો છે. મિત્રોની જેમ પુસ્તકો માનવીના જીવનઘડતરમાં નિર્ણાયક અને અસરકારક ભૂમિકા ભજવે છે. ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર મણિલાલ દ્વિવેદીએ પુસ્તક વાચન વિશે કહ્યું છે કે, "આપણું વાંચન એ આપણા જીવનનું ખરું પ્રતિબિંબ છે."
આજના ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્ત્વ ઓછું થયું નથી. સમયની સાથે સાથે પુસ્તકો પણ ડિજિટલ થઈ ગયા છે. જેને e-book કહેવામાં આવે છે. જે મોબાઇલ, ટેબલેટ કે લેપટોપમાં વાંચી શકાય છે તેમજ સાંભળી પણ શકાય છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો કરે પુસ્તકોની છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે.
વર્તમાન યુગમાં જ્ઞાનના ફેલાવા માટે સારાં પુસ્તકો પણ શક્તિશાળી માધ્યમ બની શકે તેમ છે. ઉદાહરણ તરીકે મહાન સમાજસુધારક અને ભારતમાં કન્યા કેળવણીના પ્રણેતા જ્યોતિબા ફૂલેએ થોમસ પેઈનનું પુસ્તક રાઈટ્સ ઓફ મેન વાંચ્યું જેનાથી પ્રભાવિત થઈને તેમનામાં સામાજિક ન્યાયની ભાવના વિકસિત થઈ હતી. આ પ્રમાણે અનેક મહાનુભાવોના જીવનમાં બનેલું છે. પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાં પણ અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે, જ્યારે પુસ્તક અંત:કરણને ઉજજ્વળ કરે છે.
ડિજિટલ યુગમાં પુસ્તકોને ઓળખવા માટે 10 અંકનો નંબર આપવામાં આવે છે. જે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર (ISBN) વ્યાવસાયિક ઐક્ય કમાંક (માનાંક) છે. આ માનાંકને આધારે પ્રત્યેક નવીન પુસ્તકને તેના મુદ્રણની સાથે સાથે જ ઓળખકમાંક પ્રદાન કરવામાં આવે છે. જેમાં 0 થી 9 સુધીના અંકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે.