-
બારિન્દ્રકુમાર ઘોષ પુણ્યતિથિ
બારિન્દ્રકુમાર ઘોષ પુણ્યતિથિ
૨૦મા સૈકાના પ્રારંભે જ ક્રાંતિકારી આંદોલનોમાં સક્રિય થનાર બારિન્દ્રકુમાર ઘોષ બારિન ઘોષ તરીકે પણ જાણીતા છે. તેમનો જન્મ ૫ જાન્યુઆરી,૧૮૮૦ ના રોજ લંડન પાસેના ક્રોયડન નામના કસ્બામાં થયો હતો.
તેમના પિતા કૃષ્ણધન ઘોષ એક જાણીતા ચિકિત્સક અને જિલ્લા સર્જન હતા.તેમની માતા સ્વર્ણલતા દેવી પ્રસિદ્ધ સમાજ સુધારક અને વિદ્વાન રાજનારાયણના પુત્રી હતા. ક્રાંતિકારી અને બાદમાં અધ્યાત્મવાદી શ્રી અરવિંદ તેમના ત્રીજા ક્રમના મોટા ભાઈ હતા. બારિન ઘોષનું પ્રાથમિક શિક્ષણ દેવગઢમાં થયું હતુ. ૧૯૦૧માં તેઓ પ્રવેશ પરીક્ષા પાસ કરી પટના કોલેજમાં દાખલ થયા હતા. તેમણે વડોદરા ખાતેથી સૈન્ય પ્રશિક્ષણ મેળવ્યું હતું. આ સમય દરમિયાન તેઓ શ્રી અરવિંદથી પ્રભાવિત થયા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તરફ વળ્યા અરવિંદના ક્રાંતિકારી વિચારોનો તેમણે પ્રચાર કર્યો.
૧૯૦૨માં તેઓ કલકત્તા પાછા કર્યા અને જતિન્દ્રનાથ મુખર્જીની મદદથી બંગાળમાં કેટલાક ક્રાંતિકારી જૂથોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. ૧૯૦૬માં ભુપેન્દ્ર દત્ત સાથે મળીને બંગાળી સામયિક યુગાંતર પ્રકાશિત કર્યું. સમગ્ર બંગાળમાંથી યુવા ક્રાંતિકારીઓની ભરતીમાં બારિન અને જતિનદાસ મુખર્જી ઉર્ફે જતીન બાઘાની મહત્વની ભૂમિકા રહી.
૩૦ એપ્રિલ, ૧૯૦૮ના રોજ ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી દ્વારા કિગ્સફોર્ડની હત્યાના પ્રયાસ બાદ પોલીસે તેની તપાસને પગલે ૨ મે, ૧૯૦૮ ના દિવસે બારિન્દ્ર ઘોષ અને અરવિંદ ઘોષ સહિત ૩૪ ક્રાંતિકારીઓને ગિરકતાર કર્યા હતા. આ મુકદ્દમામાં બારિન ઘોષ અને ઉલ્લાસકર દત્તાને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી જે પાછળથી આજીવન કારાવાસમાં રૂપાંતર કરવામાં આવી હતી.
૧૯૦૯માં દેશબંધુ ચિતરંજનદાસ અને બારિન ઘોષ સહિત અન્ય દોષિતોને અંદામાનની સેલ્યુલર જેલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. બારિન ઘોષને પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ૧૯૨૦માં આપવામાં આવેલી સામુહિક માફી અંતર્ગત છોડી મૂકવામાં આવ્યા હતા.
તેઓ પત્રકારિતાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે કલકત્તા પાછા ફર્યા હતા પરંતુ થોડા જ સમયમાં પત્રકારિતા છોડી કલકત્તા ખાતે એક આશ્રમની સ્થાપના કરી હતી. તેમણે પોતાના સંસ્મરણ ધ ટેલ ઓફ માય એક્ઝાઇલ - ટ્રેલ્વ ઇયર્સ ઇન અંદામાન નામે પ્રકાશિત કર્યા હતા. ૧૯૨૩માં તેઓ તેમના ભાઈ અરવિંદ ઘોષ દ્વારા પોંડિચેરીમાં સ્થાપિત અરવિંદ આશ્રમ ખાતે સ્થળાંતરિત થયા હતા. અહીં શ્રી અરવિંદે તેમને અધ્યાત્મ અને સાધના તરફ પ્રેરિત કર્યા.
૧૯૨૯માં તેઓ કરી કલકત્તા પાછા કર્યા અને પત્રકારિતા શરૂ કરી. ૧૯૩૩માં તેમણે ધ ડૉન ઓફ ઇન્ડિયા નામનું એક અંગ્રેજી અખબાર શરૂ કર્યું. ત્યારબાદ તેઓ સ્ટેટસમેન સમાચારપત્ર સાથે જોડાયા. આ જ વર્ષે તેઓ શૈલજા દત્ત નામની વિધવા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતા. ૧૯૫૦માં તેઓ બંગાળી દૈનિક સમાચારપત્ર બાસુમતિના સંપાદક બન્યા. ૧૮ એપ્રિલ, ૧૯૫૯ ના રોજ લાંબી માંદગી બાદ કોલકાતાની શેઠ સુખલાલ કરણાની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.