વિજાપુર-વિસનગર હાઇવે પર બેરિકેડિંગ વિના વૃક્ષ છેદન
વિજાપુર-વિસનગર હાઇવે પર બેરિકેડિંગ વિના વૃક્ષ છેદન
Published on: 23rd August, 2026

વિજાપુરથી વિસનગર સુધીના 30 કિલોમીટરના હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં રોડની બંને બાજુથી વૃક્ષો દૂર કરાઈ રહ્યા છે. જોકે, આ પ્રક્રિયા દરમિયાન વાહનચાલકોની સુરક્ષા સંપૂર્ણપણે અવગણવામાં આવી છે. કોન્ટ્રાક્ટર કે સંબંધિત તંત્ર દ્વારા વૃક્ષ કાપતી વખતે યોગ્ય બેરિકેડિંગ, ટ્રાફિક નિયંત્રણ કે ચેતવણી સંકેતો લગાવવામાં આવ્યા નથી. સુરક્ષાના કોઈ આયોજન વિના થતા આડેધડ વૃક્ષ છેદનથી માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની શકે છે. વાહન વ્યવહાર અચાનક રોકાવાથી ટ્રાફિક જામ થાય છે, જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે.