મહીસાગરની જીવાદોરી સમાન કડાણા ડેમની સપાટી 402.8 ફૂટે
મહીસાગરની જીવાદોરી સમાન કડાણા ડેમની સપાટી 402.8 ફૂટે
Published on: 23rd August, 2026

મહીસાગર જિલ્લાની જીવાદોરી સમાન ગુજરાતના ત્રીજા સૌથી મોટા કડાણા ડેમમાં હાલ પાણીની આવક અને જાવક નોંધાઈ રહી છે. ડેમની જળસપાટી 402.8 ફૂટે પહોંચી છે, જે તેની મહત્તમ 419 ફૂટની સપાટીથી 17 ફૂટ ઓછી છે. અડધું ચોમાસું વીતી જવા છતાં ડેમ પૂર્ણ ક્ષમતાથી ભરાયો નથી, જે ચિંતાનો વિષય છે. ઉપરવાસમાં ઓછા વરસાદને કારણે પાણીની આવક પર અસર થઈ છે. આ ડેમ 9 જિલ્લાઓને સિંચાઈ અને 156 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે.