અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ગુજરાતી મૂળના ચાર વરિષ્ઠ નાગરિકોનાં કરુણ મોત.
અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ગુજરાતી મૂળના ચાર વરિષ્ઠ નાગરિકોનાં કરુણ મોત.
Published on: 04th August, 2025

અમેરિકામાં સડક યાત્રામાં લાપતા થયેલા ગુજરાતી મૂળના ચાર સીનિયર સિટીઝન મૃત મળ્યા. માર્શલ કાઉન્ટી શેરીફ ઓફિસના જણાવ્યા અનુસાર, આ તમામ વરિષ્ઠ નાગરિકોનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. મૃતકોમાં ડો. કિશોર દીવાન, આશા દીવાન, શૈલેશ દીવાન અને ગીતા દિવાનનો સમાવેશ થાય છે. તેઓ પેલેસ ઓફ ગોલ્ડ જઈ રહ્યા હતા. ચારેયની ઉંમર 80 વર્ષથી વધુ હતી.