પ્રમુખ સસ્પેન્ડ થતાં શિક્ષક સંઘ મેદાને: ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા સસ્પેન્ડ કરાયાનો આક્ષેપ.
પ્રમુખ સસ્પેન્ડ થતાં શિક્ષક સંઘ મેદાને: ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા સસ્પેન્ડ કરાયાનો આક્ષેપ.
Published on: 04th August, 2025

રાજકોટ શિક્ષક સંઘના પ્રમુખ સસ્પેન્ડ, CRC ચાર્જ છીનવાયો. મહિલા કેળવણી નિરીક્ષક પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સદાદીયાએ ખોટી ભરતીનો વિરોધ કરતા સસ્પેન્ડ કરાયાનો દાવો કર્યો. શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપી ન્યાયિક તપાસની માંગ કરવામાં આવશે. દિનેશ સદાદીયાએ જણાવ્યું કે, તેમને નોટિસ વિના સસ્પેન્ડ કરાયા છે, જે ગેરવ્યાજબી છે. આ બાબતે મ્યુનિસિપલ કમિશનર તેમજ કલેકટરને આવેદન આપવામાં આવશે. ઇન્ચાર્જ શાસનાધિકારીએ ગેરવર્તણૂકના કારણે સસ્પેન્ડ કર્યાનું જણાવ્યું.