બનાસકાંઠા LCB દ્વારા 1.52 કરોડનો વિદેશી દારૂ રાજસ્થાનથી જપ્ત, બે આરોપીઓ ઝડપાયા.
બનાસકાંઠા LCB દ્વારા 1.52 કરોડનો વિદેશી દારૂ રાજસ્થાનથી જપ્ત, બે આરોપીઓ ઝડપાયા.
Published on: 06th September, 2025

બનાસકાંઠા LCBએ જગાણા નજીકથી RJ-19-GJ-0103 નંબરની ટ્રકમાંથી ₹1.52 કરોડનો દારૂ પકડ્યો, જેમાં 26,460 બોટલ દારૂ અને બિયર હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી, જેમાં ટ્રક ચાલક અને ખલાસીનો સમાવેશ થાય છે. તપાસમાં દારૂ ભરાવનાર અતઈખાન જુમાખાન મુસલમાન અને ટ્રકના માલિક મીસરીખાન કમરૂદ્રીનખાન મુસલમાન હોવાનું સામે આવ્યું, આ જથ્થો કચ્છ-ભુજના યુવરાજસિંહ વજુભાઈ જાડેજાએ મંગાવ્યો હતો.