કેનેડાનો ખુલાસો: રિપોર્ટમાં ખાલિસ્તાની સંગઠનોને આર્થિક ફન્ડિંગ મળતું હોવાનું બહાર આવ્યું.
કેનેડાનો ખુલાસો: રિપોર્ટમાં ખાલિસ્તાની સંગઠનોને આર્થિક ફન્ડિંગ મળતું હોવાનું બહાર આવ્યું.
Published on: 06th September, 2025

'2025 Assessment of Money Laundering and Terrorist Financing Risks in Canada' રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ સિખ યુથ ફેડરેશન જેવા ખાલિસ્તાની સંગઠનોને કેનેડાથી આર્થિક મદદ મળી રહી છે. રિપોર્ટ અનુસાર, હમાસ, હિઝબુલ્લાહ જેવા આતંકવાદી સંગઠનોને પણ કેનેડાથી નાણાકીય સહયોગ મળતો રહ્યો છે. આ સંગઠનો PMVE શ્રેણીમાં આવે છે.