ગીર સોમનાથમાં કમોસમી વરસાદ.
ગીર સોમનાથમાં કમોસમી વરસાદ.
Published on: 03rd April, 2026

ગીર સોમનાથમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો, વેરાવળમાં કમોસમી વરસાદથી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સવારે 5:30 વાગ્યે વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો અને રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. આ વરસાદથી ખેડૂતો પર મિશ્ર અસર થઈ શકે છે; કેટલાક પાકને ફાયદો, તો કેટલાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.