હિંમતનગર A ડિવિઝન PIની વિદાય.
હિંમતનગર A ડિવિઝન PIની વિદાય.
Published on: 03rd April, 2026

હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરીની બદલી થતાં, પોલીસકર્મીઓએ ફૂલડાં વરસાવી, ઘોડા પર સવાર કરાવી, DJ સાથે વરઘોડો કાઢી વિદાય આપી. PI ચૌધરીની સુરત ખાતે બદલી થતાં તેમને ફરજમુક્ત કરાયા. વિદાય સમારંભ બાદ, PI ચૌધરીએ પાઘડી ધારણ કરી ઓફિસમાંથી બહાર આવ્યા, ત્યારબાદ તેમને ઘોડા પર બેસાડી, DJ ના તાલે પોલીસ લાઈનમાં વરઘોડો કાઢવામાં આવ્યો અને સૌએ સાથે ભોજન લીધું.