અમદાવાદ, સુરતમાં ભાજપના નિરીક્ષકો દાવેદારોને સાંભળશે.
અમદાવાદ, સુરતમાં ભાજપના નિરીક્ષકો દાવેદારોને સાંભળશે.
Published on: 03rd April, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે જેમાં નિરીક્ષકો ઉમેદવારી નોંધાવવા આવતા દાવેદારોને સાંભળશે. ઉમેદવારી નોંધાવવા માટે દાવેદારી ફોર્મ ઉપરાંત અન્ય એક ફોર્મ ભરવાનું રહેશે જેમાં છેલ્લી ત્રણ ચૂંટણીની માહિતી જેવી કે વર્ષ, હાર કે જીત વગેરે ભરવાની રહેશે. CECની બેઠકમાં 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ લડી ચૂકેલા કોર્પોરેટરોને રિપિટ નહીં કરવાનું નક્કી કરાયું છે. આથી, આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને તક મળશે.