સીટી મામલતદાર કચેરી બપોરે બંધ: અરજદારો પરેશાન
સીટી મામલતદાર કચેરી બપોરે બંધ: અરજદારો પરેશાન
Published on: 03rd April, 2026

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાછળ સીટી મામલતદાર કચેરી બપોરે બંધ રહેતા અરજદારો પરેશાન છે. સુરેન્દ્રનગર, જોરાવરનગર અને રતનપરના રહીશો માટે આ કચેરી આશીર્વાદને બદલે શ્રાપ સમાન બની ગઈ છે. કર્મચારીઓ ગેરહાજર રહેતા અરજદારોને ધક્કા ખાવા પડે છે અને દોષિતો સામે પગલાં ભરવાની માંગ ઉઠી છે.