તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સૌથી વધુ ૧.૫ ઇંચ વરસાદ
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સૌથી વધુ ૧.૫ ઇંચ વરસાદ
Published on: 02nd June, 2026

તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, વાલોડ તાલુકામાં ૧.૫ ઇંચ (૩૧ mm) સૌથી વધુ વરસાદ નોંધાયો. વ્યારામાં ૨૯ mm અને ડોલવણમાં ૧૯ mm વરસાદ પડતા બજારના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. સોનગઢમાં ૫ mm અને ઉકાઈમાં ૩ mm વરસાદ થયો, જ્યારે નિઝર, ઉચ્છલ અને કુકરમુંડા તાલુકા મોટાભાગે કોરા રહ્યા. મે મહિનાની ગરમી બાદ આ વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું અને ખેડૂતોને ખરીફ પાક માટે રાહત મળી.