અમરેલી SP સંજય ખરાતે 159 પોલીસકર્મીઓની બદલી કરી
અમરેલી SP સંજય ખરાતે 159 પોલીસકર્મીઓની બદલી કરી
Published on: 02nd June, 2026

અમરેલી જિલ્લા પોલીસ બેડામાં મોટો ફેરફાર થયો છે. SP સંજય ખરાતે 159 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો જાહેર કર્યા છે. આ બદલીઓ લાંબા સમયથી અટવાયેલી હતી, જેની રાહ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારો જોઈ રહ્યા હતા. આ સામૂહિક બદલીઓથી જિલ્લાના પોલીસ તંત્રમાં નવી ગોઠવણ થઈ છે. આ ફેરફારો અમરેલી શહેરથી પીપાવાવ કોસ્ટલ દરિયાઈ મરીન પોલીસ સ્ટેશન સુધીના પોલીસ બેડામાં વિસ્તરેલા છે. અમરેલી, સાવરકુંડલા, બાબરા, રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, લાઠી, બગસરા, ધારી અને ચલાલા જેવા મોટાભાગના પોલીસ સ્ટેશનોના કર્મચારીઓની બદલીનો સમાવેશ થાય છે.