વડોદરાના ખાસવાડી સ્મશાનની ચીમની ધરાશાયી.
વડોદરાના ખાસવાડી સ્મશાનની ચીમની ધરાશાયી.
Published on: 02nd June, 2026

વડોદરામાં ભારે વાવાઝોડાને કારણે ખાસવાડી સ્મશાનગૃહની નવી ગૅસ આધારિત સ્મશાનની ચીમની ધરાશાયી થતાં તંત્રની બેદરકારી ખુલ્લી પડી છે. આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી ગઈ હતી, પરંતુ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટ્રક્ચરલ ડિઝાઈન પ્રમાણે 12 બોલ્ટ લગાવવાના હોવા છતાં કોન્ટ્રાક્ટરે માત્ર 4 બોલ્ટ લગાવ્યા હતા. લાખોના ખર્ચે થયેલા આ કામમાં કમિશન પ્રથાની ગંધ આવતાં કોન્ટ્રાક્ટરને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.